The Change induced in life because of Job: very senty & touchy one…
The only real security that a man can have in this world is a reserve of knowledge, experience and ability.
~~~ Henry Ford
From:]
Sent: Wednesday, November 18, 2009 8:30 PM
Subject: Jivan no badalav.............Gud 1
એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો ! શાનદાર નોકરીના ધંધાદારી જીવનમાં આવી ગયો ! પણ, કોલેજની સ્વૈરવિહારી જીંદગી ક્યાં ગઈ ? ઝીણાં ખિસ્સા ખર્ચમાંથી પગારની મોટી રકમ પર આવી ગયો, પણ, આનંદમાં ઘટાડો કેમ થયો ? થોડાંક સ્થાનિક જીન્સ પરથી ઘણાં બ્રાન્ડેડ જીન્સ કબાટમાં આવી ગયા, પણ, તે પહેરવા માટે વ્યક્તિઓ ઘટી કેમ ગયા ? સમોસાની નાનકડી પ્લેટ પરથી મોટા પીત્ઝા કે બર્ગર આવી ગયા, પણ, ખાવાની ભૂખ કેમ ઘટી ગઈ ? રાત્રે ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે, એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો ! કાયમ રીઝર્વમાં રહેતી બાઈકની પેટ્રોલટાંકી આજકાલ ફૂલ થઈ ગઈ પણ, ફરવાની જગ્યાઓ કેમ ખૂટી પડી ? ચાની કીટલીનું સ્થાન કાફે કોફી ડે એ લઈ લીધું પણ, તે પહોંચની બહાર કેમ થઈ ગઈ ? મોબાઈલનું પ્રિ-પીઈડ કાર્ડ હવે પોષ્ટપેઈડ થઈ ગયું પણ, કોલની સંખ્યા ઘટીને એસએમએસની સંખ્યા વધી કેમ ગઈ ? રાત્રે ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે, એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો ! જનરલ ડબ્બાની મુસાફરીનું સ્થાન હવાઈ મુસાફરીએ લઈ લીધુ પણ, એંજોયમેંટ માટેના વેકેશન કેમ ઓછા થઈ ગયા ? એસેમ્બલ કરેલા પીસીનું સ્થાન આધૂનિક લેપટોપે લઈ લીધું પણ, તેના પર બેસવાનો સમય ઘટી કેમ ગયો ? કોલેજના મિત્રોની ટોળીનું સ્થાન ઑફીસના સહ કર્મચારીએ લઈ લીધું પણ, શા માટે એકલતા અને તે મિત્રોની ખોટ સાલે છે ? રાત્રે ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે, એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો ! |
No comments:
Post a Comment